એલ.ડી. કૉલેજ ઑફ એન્જિનિયરિંગ અમદાવાદમાં યોજાશે સાહિત્ય સરિતા.

Spread the love

ગુજરાતમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે સુપ્રસિદ્ધ કૉલેજ એલ.ડી. કૉલેજ ઑફ એન્જિનિયરિંગ દ્વારા આગામી સમયમાં સાહિત્ય સંસ્કૃતિ અને ભાતીગળ વારસાની પ્રતીતિ કરાવતો કાર્યક્રમ “સાહિત્ય સરિતા” સીઝન 6  યોજવામાં આવી રહ્યું છે. જે ફેબ્રુઆરી 16, 17 અને 18 ત્રણ દિવસ સુધી યોજાશે.

સાહિત્ય સરિતાની “મશીન સે મહેફિલ તક”ની સફર

વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ, કળા, વિવિધતા અને સાહિત્યના મૂળ સાથે જોડાયેલ રહે તે માટે કોલેજના વિધાર્થીઓ દ્વારા આવા કાર્યક્રમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ એક માત્ર કૉલેજનો સાહિત્યોત્સવ છે જેમાં અલગ અલગ સેશન્સમાં નામાંકીત વક્તાઓ હાજરી આપશે અને સાથેસાથે મુશાયરો, મ્યુઝીકલ નાઈટ, કોમ્પિટીશન અને સાહિત્ય તરફ દોરતા વર્કશોપ પણ યોજવામાં આવશે. કૉલેજમાં પોએટ્રી (સ્પર્ધકોને તે જ સમયે આપેલા ટોપિક પરથી પોએટ્રી બનાવવાની રહેશે), સ્ટ્રોક સિમ્ફની (ચિત્ર સ્પર્ધા), ક્વિઝ, મ્યુઝિકલ મેરેથોન, આર્ટ ફ્યુઝન કે જેમાં સ્પર્ધકો તેમની કળાને પ્રદર્શિત કરશે અને સાથે સાથે ફોટોગ્રાફી (સ્પર્ધકોએ તેમના ફોટોની સાથે તેમને જે દૃષ્ટિકોણથી ફોટો પાડેલો છે તે પણ જણાવવાનું રહેશે) જેવી અલગ અલગ કોમ્પિટીશન પણ યોજવામાં આવી રહી છે. આ બધી જ કોમ્પિટીશનનું મૂલ્યાંકન વિવિધ ક્ષેત્રોમાં માહિર જજ દ્વારા કરવામાં આવશે અને બાદમાં વિજેતાઓને પ્રોત્સાહનના ભાગરૂપે  ઇનામ પણ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *