અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથીઃ પીએમ મોદીનો હુંકાર.

Spread the love
New Delhi: Prime Minister Narendra Modi addresses the Lok Sabha during the Budget Session of Parliament, in New Delhi, Thursday, Feb 7, 2019. Also seen is Home Minister Rajnath Singh. (LSTV GRAB via PTI) (PTI2_7_2019_000179B)

આ Only કોંગ્રેસ 40 સીટો પણ નહીં જીતી શકે“- પીએમ મોદી.

સંસદના બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિભાષણ આપ્યું હતું. જેના બીજા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમને દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ કરાયેલા આભાર પ્રસ્તાવનો જવાબ આપતા કોંગ્રેસને આડેહાથ લીધી હતી. જણાવી દઈએ કે 5 તારીખે લોકસભામાં પણ પીએમ મોદીએ કોંગ્રેસને ઝાટકી હતી.અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથીકોંગ્રેસને આડેહાથ લેતા અને આગામી લોકસભા ચૂંટણીમાં જીતનો હુંકાર કરતા કહ્યુ કે, અમારું 3.0 શરૂ થવાનું છે. અમે વિકાસની ગતિને ધીમી થવા દઈશું નહીં, અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથી, દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધશે, ગરીબો માટે મકાનો બનતા રહેશે. પાકા મકાન બનાવી આપવાનું અભિયાન ચાલુ રહેશે. આગામી 5 વર્ષની અંદર દેશમાં બુલેટ ટ્રેન પણ જોવા મળશે. તમામ કામ ઝડપથી ચાલુ રાખીશું. AIનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં કરવામાં આવશે.

રાજનીતિક સ્વાર્થ માટે દેશને તોડવાની ભાષા ના બોલો

હિન્દુસ્તાનના કોઈ પણ વિસ્તારમાં-ખૂણામાં દર્દ થાય તો પીડા બધાને થવી જોઈએ. જો શરીરનું એક અંગ કામ ના કરે તો આખું શરીર અપંગ માનવામાં આવે છે. દેશનો કોઈ ખૂણો વિકાસથી વંચિત રહી જશે તો ભારત વિકસીત નથી થઈ શકે. રાજનીતિક સ્વાર્થ માટે દેશને તોડવાની ભાષાઓ બોલાઈ રહી છે. દેશને આગળ વધવા દો. એને રોકવાના પ્રયાસ ના કરો.

ફ્રાંસના રાષ્ટ્રપતિને રાજસ્થાન બતાવ્યું

પીએમ મોદીએ કહ્યું કે, 26 જાન્યુઆરીએ કેટલું બધું કામ હોય તેમ છતાં હું 25 જાન્યુઆરીએ ફ્રાંસના રાષ્ટ્રપતિને જયપુરની ગલીઓમાં ફરવા લઈ ગયો હતો. જેથી દુનિયાને ખબર પડે કે મારું રાજસ્થાન આવું છે.

જી20ની મીટિંગો જુદા જુદા રાજ્યોમાં કરી

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો અમે ઈચ્છતા હોત તો જી-20ની તમામ બેઠકો દિલ્હીમાં જ કરી હોત,, પરંતુ અમે એવું ના કર્યું. દરેશ રાજ્યોને જી20ની તક આપી. હું પોતે વિદેશથી આવેલા મહેમાનોને અલગ-અલગ જગ્યાએ લઈ જાઉં છું.
પીએમ મોદીએ કહ્યું, દેશના વિકાસ માટે રાજ્યનો વિકાસ થવો જરૂરી છે. હું તમને ખાતરી આપું છું કે જો રાજ્ય એક પગલું ભરશે, તો અમે બે પગલાં આગળ વધીશું. મેં હંમેશા કહ્યું છે કે આપણે દેશના તમામ રાજ્યો વચ્ચે સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવાની જરૂર છે. રાજ્યોને ક્રેડિટ લેવાનો સંપૂર્ણ અધિકાર છે.

રાહુલ ગાંધીને લીધા આડેહાથ

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, તેમણે પોતાના યુવરાજને એક સ્ટાર્ટઅપ બનાવી દીધા છે. હાલ તે નોન-સ્ટાર્ટર છે. ન તો લિફ્ટ થઈ રહ્યા છે કે ના લોન્ચ થઈ રહ્યા છે.

PSUની નેટવર્થ વધીને રૂ. 17 લાખ કરોડ થઈ

પીએમ મોદીએ કહ્યું કે, યુપીએ સરકારમાં 234 PSU હતા, અમે 20નો વધારો કરતાં આજે 254 PSU છે. અમારા પર PSU વેચવાનો આરોપ લગાવે છે તો આ આંક કેવી રીતે વધ્યો? મોટાભાગના PSU રેકોર્ડ સ્તરે ફાયદો કરાવી રહ્યા છે. PSUનો ચોખ્ખો નફો 1.25 લાખ રૂપિયાથી વધીને 2.5 લાખ કરોડ રૂપિયા થયો છે. અમારા શાસનના છેલ્લા 10 વર્ષમાં PSUની નેટવર્થ રૂ. 9.5 લાખ કરોડથી વધીને રૂ. 17 લાખ કરોડ થઈ છે. PSU બંધ થવાનો ખોટો પ્રચાર કરવામાં આવે છે. એમનો જ્યાં પણ હાથ અડે તે ડૂબવાનું નિશ્ચિત છે. અમે મહેનત કરીને પ્રતિષ્ઠા વધારી છે. બજારમાં એવી હવા ન ફેલાવો કે સામાન્ય રોકાણકારને નુકસાન પહોંચે.

એલઆઈસી અંગે ખોટી ભ્રમણાઓ ફેલાવી

પીએમ મોદીએ રાજ્ય સભામાં કહ્યું કે, LIC અંગે કેવા કેવા નિવેદનો આપે છે? આનું તેમ થયું, આમ થયું. કોઈ વસ્તુને બરબાદ કરવી હોય તો જૂઠ ફેલાવો, ભ્રમ ફેલાવો. ગામમાં કોઈને મોટો બંગલો ખરીદવાનું મન થયુંપરંતુ એવી અફવા ફેલાવવામાં આવે છે કે તે ભૂતિયા બંગલો છે. એલઆઈસીને લઈને પણ આવી અફવાઓ ફેલાવી હતી. હું તમને છાતી ઠોકીને કહેવા માંગુ છું, આજે એલઆઈસીના શેર રેકોર્ડ સ્તરે બજારમાં ટ્રેડ થઈ રહ્યા છે.

મારો જન્મ આઝાદ ભારતમાં થયો, મારા વિચારો અને સપના પણ આઝાદ

પીએમ મોદીએ કહ્યું કે, સરકારી કંપનીઓને લઈને અમારા પર કેવા કેવા આરોપ લગાવ્યા છે ? કોઈ પણ વસ્તુ ના હોય છતાં માત્ર આક્ષેપો કર્યા. દેશને યાદ છે કે મારુતિના સ્ટોક સાથે શું થઈ રહ્યું હતું. મારો જન્મ આઝાદ ભારતમાં થયો છે, અને મારા વિચારો પણ આઝાદ છે. મારા સપના પણ આઝાદ છે. જેઓ ગુલામીની માનસિકતા જીવે છે તેમની પાસે બીજું કંઈ નથી. તેઓ એ જ જૂના કાગળો લઈને ફરતા રહે છે.

સરકારી કંપનીઓને કોણે ડુબાડી?

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, કોંગ્રેસે કહે છે કે, અમે પીએસયુને ડૂબાડી દીધી. યાદ કરો BSNL અને MTNL ને ડૂબાડનારા લોકો કોણ છે. એચએએલની દુર્દશાનું કારણ શું હતું? ચૂંટણી લડવાનો એજન્ડા નક્કી કરવામાં આવ્યો હતો. આ સ્થિતિ કોણે સર્જી હતી? કોંગ્રેસ અને યુપીએ 10 વર્ષની બર્બાદી અંગે આંખ આડા કાન કરી શકે નહીં. કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે જે BSNLને તમે બરબાદ કરીને છોડી દીધી હતી તે આજે મેડ ઈન ઈન્ડિયા હેઠળ 4G, 5G તરફ આગળ વધી રહી છે અને દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. HAL માટે એટલા બધા ભ્રમ ફેલાવ્યા, આજે રેકોર્ડ મેન્યુ ફેક્ચરિંગ અને રેવન્યુ જનરેટ કરી આપે છે. કર્ણાટકમાં એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર બનાવનારી કંપની HAL છે. ક્યાં છોડી દીધી હતી. અને આજે અમે એને ક્યાં પહોંચાડી દીધી છે.

બાબા સાહેબના વિચારોને ખતમ કરવા કોઈ કસર ના છોડી

પીએમ મોદીએ કહ્યું કે બાબાસાહેબના વિચારોને ખતમ કરવા માટે કોઈ કસર છોડી નથી. તેમને ભારતરત્ન આપવાની પણ તૈયારી નહોતી. ભાજપના સમર્થનથી સરકાર બની ત્યારે બાબાસાહેબને ભારત રત્ન મળ્યો. એટલું જ નહીં, અતિ પછાત સમુદાયથી આવનારા સીતારામ કેસરીને ઉઠાવીને ફૂટપાથ પર ફેંકી દીધા. એ વીડિયો પણ ઉપલબ્ધ છે અને દેશે આ વીડિયો જોયો છે.

પીએમ મોદીએ સામ પિત્રોડા પર હુમલો કરતાં કહ્યું કે, તેમનો એક માર્ગદર્શક અમેરિકામાં બેઠેલ છે, જે ગત ચૂંટણીમાં ફેમસ થયા હતા. કોંગ્રેસ આ પરિવારની ખૂબજ નજીક હતી. તેણે હજુ પણ બાબા સાહેબના યોગદાનને નીચો બતાવવાનો પ્રયાસ કર્યો. દેશમાં પહેલીવખત એનડીએ એ એક આદિવાસી પુત્રીને રાષ્ટ્રપતિ બનાવ્યા છે.

જો બાબા સાહેબ ન હોત તો SC/ST ને અનામત મળત કે નહી!

પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ આજકાલ જાતિની વાત કરી રહી છે. મને ખબર નથી કે તેમની શા માટે જરૂર હતી. પહેલા તેમણે પોતાની અંદર તપાસ કરવાની જરૂર છે. દલિત, પછાત અને આદિવાસી લોકોની કોંગ્રેસ જન્મજાત સૌથી મોટી વિરોધી રહી છે. મને લાગે છે કે જો બાબા સાહેબ ન હોત તો SC/ST ને અનામત મળત કે નહી! તેમની વિચારસરણી આજથી આવી નથી, પરંતુ પહેલેથી જ એવી છે. મારી પાસે પુરાવા છે. વાત જ્યારે એમના તરફથી ઉઠી છે તો સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. હું ખૂબ જ આદરપૂર્વક નેહરુજીને યાદ કરું છું. એકવાર નેહરુજીએ મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું કે, હું કોઈ પણ અનામત પસંદ કરતો નથી અને ખાસ કરીને નોકરીમાં કોઈ જ અનામત નહીં. હું આવા કોઈપણ પગલાંની વિરુદ્ધ છું જે અકુશળને પ્રોત્સાહન આપે છે, જે નીચે તરફ લઈ જાય.

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જો તે સમયે સરકારમાં ભરતી થયા હોત અને પ્રમોશન મેળવતા આગળ વધ્યા હોત તો આજે તેઓ અહીં પહોંચ્યા હોત.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ 10 વર્ષમાં દેશને 11મા ક્રમે લાવવામાં સફળ રહી. અમે 10 વર્ષમાં તેને 5મા નંબરે લાવ્યા છીએ. આ કોંગ્રેસ આપણને આર્થિક નીતિઓ પર લેક્ચર આપી રહી છે. જેમણે ક્યારેય સામાન્ય વર્ગના ગરીબોને આરક્ષણ આપ્યું નથી. જેમણે બાબા સાહેબને ભારત રત્ન નહોતું આપ્યું, જેણે દેશના રસ્તાઓ અને ચાર રસ્તાઓને પોતાના પરિવાર ઉપર નામ રાખ્યા હતા. તે અમનેસામાજિક ન્યાય પર પ્રવચન આપે છે. જે કોંગ્રેસને તેના નેતાની કોઈ ગેરંટી નથી, તેની નીતિની કોઈ ગેરંટી નથી. તેઓ મોદીની ગેરંટી પર સવાલો ઉઠાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં એક ફરિયાદ હતી કે તેમને લાગે છે કે, અમે આવું કેમ બોલી રહ્યા છીએ, કેમ જોઈ રહ્યા છીએ. પીએમ મોદીએ યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, યુપીએ સરકારના તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું હતું કે, “સદસ્યગણ જાણે છે કે, આપણી વૃદ્ધિ ધીમી પડી છે અને રાજકોષીય ખાધ વધી છે. છેલ્લા 2 વર્ષથી મોંઘવારી દર સતત વધી રહ્યો છે. ચાલુ ખાતાની ખાધ અમારી અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે.”

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ઉદ્દેશીને પીએમ મોદીએ કહ્યું કે, “ટેક્સ કલેક્શનમાં ભ્રષ્ટાચાર છે, તેના માટે જીએસટી લાવવો જોઈએ. રાશન યોજનામાં લીકેજ છે, જેના કારણે દેશના ગરીબો સૌથી વધુ પીડિત છે, એને રોકવા માટેના પ્રયાસ કરવાની જરૂર છે. સરકારી કોન્ટ્રાક્ટ જે રીતે આપવામાં આવે છે તેના પર શંકા છે.” પીએમ મોદીએ કહ્યું કે, આ પહેલા તેમના જ પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે એક રૂપિયો મોકલીએ છીએ, પણ 10 પૈસા પહોંચે છે.

પીએમ મોદીએ કહ્યું કે, જે કોંગ્રેસે સત્તાની લાલચમાં લોકશાહીનું ગળું દબાવી દીધું હતું. જે કોંગ્રેસે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોને બરતરફ કરી હતી, જે કોંગ્રેસે દેશના બંધારણ અને લોકશાહીની ગરિમાને કેદ કરી હતી. જેમણે ન્યૂઝ પેપર ઉપર તાળા મારવાનો પ્રયાસ કર્યો હતો. જે કોંગ્રેસે દેશને તોડવા માટેનો શોખ જન્મ્યો. હવે ઉત્તર અને દક્ષિણમાં ભાગલા પાડવાના નિવેદનો થઈ રહ્યા છે. આ કોંગ્રેસ આપણને લોકશાહી પર પ્રવચન આપી રહી છે. તમે ભાષાના નામે દેશને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહી છે. જેણે નોર્થ ઈસ્ટને હુમલા અને હિંસા તરફ ધકેલી દીધું. જેમણે નક્સલવાદને દેશ માટે પડકાર તરીકે છોડી દીધો. દેશની જમીન દુશ્મનોને સોંપવામાં આવી. દેશની સેનાનું આધુનિકીકરણ અટકી ગયું. આજે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા પર ભાષણ આપી રહ્યા છે. જેઓ આઝાદી બાદથી મુંઝવણમાં રહ્યા.

પીએમ મોદીએ લોકસભામાં કહ્યું હતું કે મારો અને દેશનો વિશ્વાસ પાકો થઈ ગયો છે કે વિપક્ષે લાંબા સમય સુધી ત્યાં જ રહેવાનો સંકલ્પ કર્યો છે. જે રીતે તમે ઘણા દાયકાઓ સુધી સત્તાધારી પક્ષમાં બેઠા હતા, તેવી જ રીતે ઘણા દાયકાઓ સુધી વિપક્ષમાં બેસવાના તમારા સંકલ્પને જનતા ચોક્કસપણે પૂર્ણ કરશે.કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વખતે કોંગ્રેસ 40નો આંકડો પાર કરી શકશે નહીં. કોંગ્રેસ પાર્ટી વિચારથી પણ આઉટડેટેડ થઈ ગઈ છે. જ્યારે વિચારો જૂના થઈ ગયા હોયય ત્યારે તેમનું કામકાજ પણ આઉટસોર્સ કરી દીધું છે. આટલો મોટો પક્ષ, આટલો લાંબો સમય શાસન કરનાર પક્ષ, થોડા સમયમાં આવું અધઃપતન. અમને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે, પણ ડોક્ટર શું કરશે…જ્યારે દર્દી પોતે જ… હું આગળ શું કહું…પીએમ મોદીએ કહ્યું કે, દેશના વડાપ્રધાનનો અવાજ દબાવવાનો પ્રયાસ જૂના ગૃહમાં કરવામાં આવ્યો હતો. હું લલકાર કરું છું કે, તમે મારો અવાજ દબાવી નહીં શકો. દેશની જનતાએ આ અવાજને તાકાત આપી છે. આ વખતે હું સંપૂર્ણ તૈયારી કરીને આવ્યો છું.ખડગે જીને ચોગ્ગા અને છગ્ગા મારવાની મજા આવી રહી હતી. તેમણે એનડીએને 400 બેઠકોના આશીર્વાદ આપ્યા. તેમના આશીર્વાદ મારા સર આંખો પર.વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો વિશેષ આભાર માન્યો હતો. હું તેને ધ્યાનથી સાંભળતો હતો. હું વિચારતો હતો કે આપણને આઝાદી કેવી રીતે મળી, આટલું બધું બોલવાની આઝાદી કેવી રીતે મળી. તે દિવસે બે ખાસ કમાન્ડર ત્યાં ન હતા, તેથી ખડગેજીએ પૂરો ફાયદો ઉઠાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *