મોદી 3.0નું ભારત કેવું હશે? વડાપ્રધાને રાજ્યસભામાં બતાવ્યો રોડમેપ-બુલેટ ટ્રેન, સેમી કંડક્ટર… મફત અનાજથી મફત સારવાર.

Spread the love

કોંગ્રેસને આડેહાથ લેતા અને આગામી લોકસભા ચૂંટણીમાં જીતનો હુંકાર કરતા કહ્યુ કે, અમારું 3.0 શરૂ થવાનું છે. અમે વિકાસની ગતિને ધીમી થવા દઈશું નહીં, અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથી, દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધશે, ગરીબો માટે મકાનો બનતા રહેશે. પાકા મકાન બનાવી આપવાનું અભિયાન ચાલુ રહેશે. આગામી 5 વર્ષની અંદર દેશમાં બુલેટ ટ્રેન પણ જોવા મળશે. તમામ કામ ઝડપથી ચાલુ રાખીશું. AIનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકોનું જીવન સુધારવું અમારો પ્રયાસ છે. 5 લાખ સુધીની મફત સારવાર મળતી રહેશે. અનાજ મફત મળતું રહેશે. વિકાસની ગતિ ધમી નહીં પડવા દઈએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે પણ મારો મંત્ર છે કે દેશના વિકાસ માટે રાજ્યનો વિકાસ. આપણે રાજ્યોના વિકાસથી દેશનો વિકાસ કરી શકીશું. હું તમને વિશ્વાસ અપાવું છું કે રાજ્ય જો એક ડગલું ચાલે છે તો અમે બે ડગલા ચાલીશું. હું તો હંમેશા કહું છું કે, આપણા રાજ્યો વચ્ચે સકારાત્મક વિચાર સાથે ચાલવાની જરૂર છે.

PSUની નેટવર્થ વધીને રૂ. 17 લાખ કરોડ થઈ

પીએમ મોદીએ કહ્યું કે, યુપીએ સરકારમાં 234 PSU હતા, અમે 20નો વધારો કરતાં આજે 254 PSU છે. અમારા પર PSU વેચવાનો આરોપ લગાવે છે તો આ આંક કેવી રીતે વધ્યો? મોટાભાગના PSU રેકોર્ડ સ્તરે ફાયદો કરાવી રહ્યા છે. PSUનો ચોખ્ખો નફો 1.25 લાખ રૂપિયાથી વધીને 2.5 લાખ કરોડ રૂપિયા થયો છે. અમારા શાસનના છેલ્લા 10 વર્ષમાં PSUની નેટવર્થ રૂ. 9.5 લાખ કરોડથી વધીને રૂ. 17 લાખ કરોડ થઈ છે. PSU બંધ થવાનો ખોટો પ્રચાર કરવામાં આવે છે. એમનો જ્યાં પણ હાથ અડે તે ડૂબવાનું નિશ્ચિત છે. અમે મહેનત કરીને પ્રતિષ્ઠા વધારી છે. બજારમાં એવી હવા ન ફેલાવો કે સામાન્ય રોકાણકારને નુકસાન પહોંચે.

એલઆઈસી અંગે ખોટી ભ્રમણા ફેલાવી

પીએમ મોદીએ રાજ્ય સભામાં કહ્યું કે, LIC અંગે કેવા કેવા નિવેદનો આપે છે? આનું તેમ થયું, આમ થયું. કોઈ વસ્તુને બરબાદ કરવી હોય તો જૂઠ ફેલાવો, ભ્રમ ફેલાવો. ગામમાં કોઈને મોટો બંગલો ખરીદવાનું મન થયુંપરંતુ એવી અફવા ફેલાવવામાં આવે છે કે તે ભૂતિયા બંગલો છે. એલઆઈસીને લઈને પણ આવી અફવાઓ ફેલાવી હતી. હું તમને છાતી ઠોકીને કહેવા માંગુ છું, આજે એલઆઈસીના શેર રેકોર્ડ સ્તરે બજારમાં ટ્રેડ થઈ રહ્યા છે.

મારો જન્મ આઝાદ ભારતમાં થયો, મારા વિચારો અને સપના પણ આઝાદ

પીએમ મોદીએ કહ્યું કે, સરકારી કંપનીઓને લઈને અમારા પર કેવા કેવા આરોપ લગાવ્યા છે ? કોઈ પણ વસ્તુ ના હોય છતાં માત્ર આક્ષેપો કર્યા. દેશને યાદ છે કે મારુતિના સ્ટોક સાથે શું થઈ રહ્યું હતું. મારો જન્મ આઝાદ ભારતમાં થયો છે, અને મારા વિચારો પણ આઝાદ છે. મારા સપના પણ આઝાદ છે. જેઓ ગુલામીની માનસિકતા જીવે છે તેમની પાસે બીજું કંઈ નથી. તેઓ એ જ જૂના કાગળો લઈને ફરતા રહે છે.

મુશ્કેલ સમયમાંથી ખૂબજ મહેનત કરીને દેશને સંકટમાંથી બહાર લાવ્યા

પીએમ મોદીએ કહ્યું કે, અમારા દસ વર્ષના શાસનમાં ભારત વિશ્વની ટોપ 5 ઈકોનોમીવળો બન્યો છે. અમારા મોટા અને નિર્ણાયક નિર્ણયો માટે યાદ કરવામાં આવશે. અમે એ મુશ્કેલ સમયમાંથી ખૂબજ મહેનત કરીને દેશને સંકટમાંથી બહાર લાવ્યા છીએ. આ દેશ એમ જ અમને આશીર્વાદ નથી આપતો.

આજે પણ આ લોકો ‘વૉકલ ફોર લોકલ’ બોલવાથી બચી રહ્યા

પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસે જાતિવાદ ફેલાવ્યો છે, એનું પરિણામ શું આવ્યું, ભારતમાં સંસ્કૃતિ અને સભ્યતામાં માનનારા લોકોને નીચ માનવામાં આવવા લાગ્યા. આ રીતે આપણા ભૂતકાળ પ્રત્યે અન્યાયની નોબત આવી. પોતાની જ માન્યતાઓને ગાળો દેવા લાગ્યા. જો તમે તમારી પોતાની સંસ્કૃતિને ગાળો આપો તો તમે પ્રગતિશીલ છો. આવી માનસિકતા ફેલાવવામાં આવી. તેનું નેતૃત્ત્વ ક્યાંથી થતું હતું. દુનિયા જાણે છે. અન્ય દેશોમાંથી આયાત કરવી અને ભારતની કોઈ વસ્તુને અલગ નજરથી જોવાતી હતી. આજે પણ આ લોકો ‘વૉકલ ફોર લોકલ’ બોલવાથી બચી રહ્યા છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ઉદ્દેશીને પીએમ મોદીએ કહ્યું કે, “ટેક્સ કલેક્શનમાં ભ્રષ્ટાચાર છે, તેના માટે જીએસટી લાવવો જોઈએ. રાશન યોજનામાં લીકેજ છે, જેના કારણે દેશના ગરીબો સૌથી વધુ પીડિત છે, એને રોકવા માટેના પ્રયાસ કરવાની જરૂર છે. સરકારી કોન્ટ્રાક્ટ જે રીતે આપવામાં આવે છે તેના પર શંકા છે.” પીએમ મોદીએ કહ્યું કે, આ પહેલા તેમના જ પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે એક રૂપિયો મોકલીએ છીએ, પણ 10 પૈસા પહોંચે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં એક ફરિયાદ હતી કે તેમને લાગે છે કે, અમે આવું કેમ બોલી રહ્યા છીએ, કેમ જોઈ રહ્યા છીએ. પીએમ મોદીએ યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, યુપીએ સરકારના તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું હતું કે, “સદસ્યગણ જાણે છે કે, આપણી વૃદ્ધિ ધીમી પડી છે અને રાજકોષીય ખાધ વધી છે. છેલ્લા 2 વર્ષથી મોંઘવારી દર સતત વધી રહ્યો છે. ચાલુ ખાતાની ખાધ અમારી અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *