પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટા ઘટાડાની તૈયારી !

Spread the love

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણા સમયથી સ્થિરતા છે, પરંતુ ચૂંટણી અગાઉ આ બંને ફ્યુઅલના ભાવ ઘટી શકે છે. ઓઈલ કંપનીઓ પેટ્રોલના વેચાણ પર લિટર દીઠ 11 રૂપિયા નફો કરે છે જ્યારે ડીઝલમાં લિટર દીઠ 6 રૂપિયા નફો થાય છે. મિડલ ઈસ્ટમાં અશાંતિ હોવા છતાં ઉત્પાદન વધવાથી ક્રૂડ સસ્તું થયું છે.

ભારતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર મતદારોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરે તેવી શક્યતા છે. સરકાર અત્યારે ફ્યુઅલના ભાવ ઘટાડી શકે તેમ છે કારણ કે ઈન્ટરનેશનલ બજારમાં ક્રૂડના ભાવમાં કડાકો આવ્યો છે. રશિયા -યુક્રેન યુદ્ધના કારણે એક સમયે 110 ડોલર નજીક પહોંચી ગયેલો ક્રૂડ ઓઈલનો ભાવ હવે 80 ડોલરથી પણ નીચે આવી ગયો છે.

ચૂંટણી અગાઉ ફીલ ગુડનું વાતાવરણ સર્જવા માટે સરકાર પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘટાડી શકે તેવી સ્થિતિમાં છે કારણ કે હવે ઈન્ટરનેશનલ બજારમાં ક્રૂડના ભાવની ચિંતા નથી. રેટિંગ એજન્સી ઈકરાએ જણાવ્યું કે સરકારી માલિકીની ઓઈલ કંપનીઓના માર્જિનમાં મોટો વધારો થયો છે. ઓઈલ કંપનીઓ એક લિટર પેટ્રોલના વેચાણ પર 11 રૂપિયા નફો કરે છે જ્યારે ડીઝલમાં લિટર દીઠ 6 રૂપિયા નફો થાય છે.

યુક્રેન વોરના કારણે ક્રૂડનો ભાવ 100 ડોલરથી ઉપર ગયો ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘણા વધી ગયા હતા. ત્યાર પછી મે 2022માં સરકારે રાહત આપીને બંને ફ્યુઅલના ભાવ ઘટાડ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *