40 વર્ષ પછી પરંપરાગત બગ્ગીમાં આવ્યા રાષ્ટ્રપતિ:- ગણતંત્ર દિવસ ૨૦૨૪

Spread the love

આજે દેશભરમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જવાનોનો ઉત્સાહ પણ જોવા જેવો છે. દેશની રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પરેડમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળી રહી છે. આ વખતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મહિલા કેન્દ્રિત છે અને થીમ છે ભારતની લોકશાહી અને વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ.

રાષ્ટ્રપતિ મુર્મુ ઐતિહાસિક ગાડીમાં સવાર થઈને કર્તવ્ય પથ પહોંચ્યા.

ભારતીય સેનાની ઘોડેસવાર પલટન અને રાષ્ટ્રપતિના બૉડીગાર્ડ્સ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઐતિહાસિક બગ્ગીમાં સવાર થઈને કર્તવ્ય પથ માટે રવાના થયા હતા. પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ હાજર હતા.પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું સ્વાગત કર્યુંકર્તવ્ય પથ પર પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *