એક ઓવર માં ૩ નો બોલ નાખતા મેચ ફિક્સિંગ મા ફસાતા શોએબ મલિક નો ક્રિકેટ કોન્ટ્રાક્ટ રદ્દ.

Spread the love

સના જાવેદ સાથે ત્રીજી વખત લગ્ન કરનાર પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક ભારે મુશ્કેલીમાં છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રમી રહેલા મલિકને તેની ટીમે ટર્મિનેટ કરી દીધો છે. મલિક પર મેચ ફિક્સિંગનો આરોપ છે. તેમણે 22 જાન્યુઆરીએ મીરપુરમાં ખુલના ટાઈગર્સ સામેની મેચમાં એક પછી એક સતત ત્રણ નો બોલ ફેંક્યા. આ પછી તેઓ સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયો હતો.મલિકે પાવરપ્લેમાં બોલિંગ કરી હતીBPLમાં, મલિક ફોર્ચ્યુન બારીશાલ ટીમ તરફથી રમે છે, જેનું સુકાની તમીમ ઈકબાલ છે. તાજેતરની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ફોર્ચ્યુન બરીશાલે 4 વિકેટે 187 રન બનાવ્યા હતા. આ દરમિયાન મુશ્ફિકુર રહીમે 68 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ખુલના ટાઈગર્સ ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતર્યો ત્યારે કેપ્ટન તમિમ પાવરપ્લેમાં જ શોએબ મલિકને બોલિંગ કરાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન મલિક ઘણો મોંઘો સાબિત થયો હતો.શોએબ મલિક: 1 ઓવરમાં 3 નો બોલ અને 18 રન આપ્યા41 વર્ષના શોએબ મલિકે ઇનિંગની ચોથી ઓવર ફેંકી હતી, જેમાં તેણે 3 નો બોલ ફેંક્યા હતા. મલિકે ઓવરના છેલ્લા બોલ પર સતત બે નો બોલ ફેંક્યા હતા. બીજી વખત નો બોલ પર ચોગ્ગો પણ માર્યો હતો. જ્યારે અંતમાં ફ્રીહિટ સિક્સર ફટકારી ગયો હતો. આ રીતે મલિકે મેચમાં માત્ર એક ઓવર ફેંકી હતી, જેમાં તેણે 18 રન આપ્યા હતા.શોએબ મલિક: 1 ઓવરમાં 3 નો બોલ અને 18 રન આપ્યા41 વર્ષના શોએબ મલિકે ઇનિંગની ચોથી ઓવર ફેંકી હતી, જેમાં તેણે 3 નો બોલ ફેંક્યા હતા. મલિકે ઓવરના છેલ્લા બોલ પર સતત બે નો બોલ ફેંક્યા હતા. બીજી વખત નો બોલ પર ચોગ્ગો પણ માર્યો હતો. જ્યારે અંતમાં ફ્રીહિટ સિક્સર ફટકારી ગયો હતો. આ રીતે મલિકે મેચમાં માત્ર એક ઓવર ફેંકી હતી, જેમાં તેણે 18 રન આપ્યા હતા.મલિકે તેની ઓવરના પ્રથમ 5 બોલમાં માત્ર 6 રન આપ્યા હતા. પરંતુ તેણે છેલ્લા બોલ પર સતત બે નો-બોલ ફટકાર્યા અને એક ફોર અને એક સિક્સર ફટકારી. આ રીતે મલિકે છેલ્લા બોલ પર 12 રન આપ્યા હતા. આ માટે તેને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ચાહકોએ મેચ ફિક્સિંગને લઈને તપાસની માંગ કરી હતી.અંતે ખુલના ટાઈગર્સે 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *