Vibrant Gujarat સમિટમાં મુકેશ અંબાણી:મારા મિત્રો પૂછે છે મોદી હૈ તો મુમકીનનો શું છે અર્થ?’

Spread the love
  • મને ગુજરાતી હોવાનો ગર્વ છે
  • પીએમ મોદી અત્યાર સુધીના સૌથી સફળ વડાપ્રધાન છે
  • દુનિયા પીએમ મોદીની વાત સાંભળે છે અને અશક્યને શક્ય બનાવે છે.
  • રિલાયન્સ ગુજરાતી કંપની હતી, છે અને રહેશે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મંચ પર જણાવ્યુ કે હું નસીબદાર છું કે વાઈબ્રન્ટની પ્રથમ સમિટ સાથે જોડાયેલો છું. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. નવું ગુજરાત વડાપ્રધાન મોદીના વિઝનને આભારી છે. સાથે જ તેમણે જણાવ્યુ કે નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. સમીટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે કોઈ એવું સમિટ નથી જે આટલા સમય સુધી સતત ચાલતું રહ્યું હોય.

કેટલાંક લોકો પૈકી હું એવો છું જે દરેક સમિટમાં ભાગ લઈ શક્યો છું. હું ગુજરાતના શહેરમાંથી છું. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. નવું ગુજરાત – આ બદલાવ એક નેતાને કારણે આવ્યો છે. આપણા સમયના વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદીને કારણે આવ્યો છે. મોદી હે તો મુન્કીન હેનો અર્થ શું છે એમ મારા વિદેશના મિત્રો પુછે છે તો હું કહું છું કે ભારતના પ્રધાનમંત્રી વિઝન કરી અને તેનું અમલીકરણ કરે છે, અશક્યને શક્ય બનાવે છે.

મારા પિતા ધીરૂભાઈ અંબાણી નાનપણમાં મને કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભુમિ રહેશે.

મારા પિતા ધીરૂભાઈ અંબાણી નાનપણમાં મને કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભુમિ રહેશે. હું આજે ફરી કહું છું કે રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહેશે. રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે જેથી જેમાંથી એક તૃતિયાંશ ગુજરાતમાં જ રોકાણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *