શું સાઉદી અરબના પવિત્ર શહેર મક્કા- મદિનામાં જઇ શકે છે ગેર મુસ્લિમ?

Spread the love

ભારત સરકારના લઘુમતી મામલાના મંત્રી સ્મૃતિ ઇરાની અને વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન સાઉદી અરબના પ્રવાસે છે. બન્નેએ સાઉદી અરબ સરકાર સાથે એક મહત્ત્વની હજ સમજૂતિ પર સહી કરી હતી. સ્મૃતિ ઇરાનીએ પ્રતિનિધિમંડળ સાથે મુસ્લિમોના સૌથી પવિત્ર શહેરમાં સામેલ મદીનાનો પ્રવાસ કર્યો હતો. અહીં તેમણે ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત પણ કરી હતી. સ્મૃતિ ઇરાનીના આ પ્રવાસની ચર્ચા થઇ રહી છે.

સ્મૃતિ ઇરાનીના મદીના પ્રવાસની ચર્ચા એટલા માટે થઇ રહી છે કારણ કે મક્કા અને મદીનામાં લાંબા સમય સુધી ગેર મુસ્લિમ જતા નથી. એક ગેર મુસ્લિમ અને તે પણ મહિલાની મદીના યાત્રા પર કેટલાક લોકો ભડકી ગયા છે.

સ્મૃતિ ઇરાનીના મદીના પ્રવાસ પર કેમ ભડક્યા લોકો?

સ્મૃતિ ઇરાનીનો આ પ્રવાસ એટલા માટે પણ ધ્યાન ખેચી રહ્યો છે કારણ કે સાઉદી અરબમાં મહિલાઓ હિજાબ વગર ઘરમાંથી બહાર નીકળતી નથી. બીજી તરફ મદીના અને મક્કા જવા માટે પણ ગેર મુસ્લિમો પર કેટલીક અડચણ આવી રહી છે. ત્રણ વર્ષ પહેાલ સુધી તમામ ગેર મુસ્લિમની મક્કા અને મદીનાની એન્ટ્રી બેન હતી. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મદીના શહેરમાં વર્ષ 2021માં ગેર મુસ્લિમને જવાની પરવાનગી આપી છે. 2021માં ક્રાઉન પ્રિન્સે સાઉદીમાં કેટલાક લિબરલ નિયમ લાગુ કરતા મદીનામાં ગેર મુસ્લિમોની નો એન્ટ્રીના બોર્ડ હટાવી દીધા હતા, જેનું કેટલાક લોકોએ સ્વાગત કર્યું હતું તો ઘણા લોકોએ વિરોધ કર્યો હતો.

ગેર મુસ્લિમ કેમ નથી જઇ શકતા મક્કા-મદીના?

સાઉદી અરબના મક્કા અને મદીના બન્ને શહેર મુસ્લિમો માટે ઘણા પવિત્ર છે, તેનું કારણ છે કે બન્ને શહેર પયગમ્બર મોહમ્મદ સાથે જોડાયેલા છે. લાખો લોકો દર વર્ષે હજ કરવા માટે મક્કા અને મદીના જાય છે. મક્કા અને મદીનામાં ગેર મુસ્લિમોને એન્ટ્રી ના આપવા પાછળ અલગ અલગ કારણ જણાવવામાં આવે છે.

કેટલાક લોકો આ બન્ને શહેરોને પવિત્રતા સાથે જોડે છે તો કેટલાક લોકો પયગમ્બર મોહમ્મદના જમાનામાં થયેલા યુદ્ધને મક્કા અને મદીનામાં ગેર મુસ્લિમોની એન્ટ્રી બેન કરવાનું કારણ માને છે. જોકે, આ નિયમોમાં સાઉદી સરકારે કેટલીક છૂટ આપી છે પરંતુ હજુ પણ સાઉદીના ઘણા લોકો માને છે કે મક્કા અને મદીનામાં ગેર મુસ્લિમોની એન્ટ્રી યોગ્ય નથી. સ્મૃતિ ઇરાનીનીની મદીનાની મુલાકાત પર વિવાદ પણ તેની પાછળનું જ એક કારણ છે.

સાઉદી અરબના ભારત સાથે ઘણા સારા સંબંધ રહ્યાં છે પરંતુ એક હકીકત છે કે સાઉદીમાં શરિયા કાયદો લાગુ છે અને ત્યાના નિયમ કાયદા ઘણા કડક છે. એવામાં પ્રથમ વખત મદીના શહેરમાં કોઇ ગેર મુસ્લિમ ભારતીય પ્રતિનિધિમંડળ પહોંચતા કટ્ટર વિચારો ધરાવનારા ખુશ નથી અને સાઉદી પ્રિન્સ પર ભડાસ કાઢી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *