બિલ્કિસ બાનો કેસ પર સ્ક્રિપ્ટ છે તૈયાર, પરંતુ કોઈ ઈચ્છતું નથી કે…? : કંગના રનૌત

Spread the love

કંગના રણૌતે દાવો કર્યો છે કે તેણે બિલ્કિસ બાનો પર ફિલ્મ માટે સ્ક્રિપ્ટ બહુ સમય પહેલાં તૈયાર કરાવી દીધી છે. પરંતુ, કોઈ ઓટીટી પ્લેટફોર્મ આ ફિલ્મ બતાવવા તૈયાર ન હોવાથી પ્રોજેક્ટ અટકી પડયો છે.

કંગના બિલ્કિસ બાનુ જેવી પીડિતા માટે ફિલ્મ બનાવશે કે કેમ તેવો ટોણો એક ચાહકે માર્યો હતો. તેના જવાબમાં કંગનાએ આ માહિતી આપી હતી. કંગનાના દાવા પ્રમાણે કોઈ ઓટીટી પ્લેટફોર્મ રાજકીય વિવાદ ધરાવતી ફિલ્મ દર્શાવવા ઈચ્છૂક નથી. બાકી, મારી પાસે તો આ ફિલ્મની સ્ક્રિપ્ટ વર્ષોથી તૈયાર છે.

રાજકીય રીતે કંગના ભાજપની નિકટ મનાય છે. બીજ ી તરફ બિલ્કિસ બાનુ કેસમાં ભાજપની સદા ટીકાઓ થઈ છે. આથી, કંગના આ વિષયને તટસ્થતાથી હેન્ડલ કરી શકે કેમ તેવા સવાલો ચાહકોએ પૂછ્યા હતા.

બિલ્કિસ બાનુ કેસના અપરાધીઓેને જેલમાંથી મુક્તિ આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પલ્ટાવ્યો છે તેના કારણે બિલ્કિસ બાનો કેસની ફરી ચર્ચા થઈ રહી છે.

ઉલ્લખેનીય છે કે ૨૦૦૨ના ગુજરાત રમખાણોનું બેકગ્રાઉન્ડ ધરાવતી કેટલીક ફિલ્મો અગાઉ પણ બની ચૂકી છે. જોકે, તેમાંથી કોઈ ફિલ્મ ખાસ નોંધપાત્ર રહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *