ક્રિકેટ જગતના બે ક્રિકેટર ડ્રગ્સ લેતા ઝડપાતા બોર્ડે બંને ખેલાડીઓ પર મૂક્યો પ્રતિબંધ.

Spread the love

ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા અને ખૂબ જ શરમજનક સમાચાર સામે આવ્યા છે જેમાં બે ક્રિકેટર ડ્રગ્સનું સેવન (caught consuming drugs) કરતા ઝડપાયા છે. આ બંને ક્રિકેટરોને બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરતા તેમના પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ક્રિકેટરોએ ઘણીવાર એવી ભૂલો કરે છે કે તેની સજા મળે છે

વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય રમતોમાં ફૂટબોલ બાદ ક્રિકેટ આવે છે. એશિયામાં અને તેમાં પણ ખાસ કરીને ભારતમાં ક્રિકેટને લોકો ખૂબ જ ફોલો કરે છે. ક્રિકેટર્સ ચાહકોનું ખૂબ મનોરંજન કરે છે. પરંતુ કેટલીકવાર ક્રિકેટરો પોતે પણ કેટલીક એવી ભૂલો કરી બેસે છે, જે ખૂબ જ શરમજનક હોય છે અને ખેલાડીને તેની સજા પણ મળે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં બે ખેલાડીઓ ડ્રગ્સ લેતા ઝડપાયા છે, જેના કારણે ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરી તેમના પર પ્રતિબંધ લગાવી દીધો છે.

કોણ છે આ બે ખેલાડીઓ?

પ્રતિબંધ લગાવવામાં આવેલા બંને ખેલાડીઓ ઝિમ્બાબ્વેના છે. ઝિમ્બાબ્વેના વેસ્લી માધવેરે (wesley madhewere) અને બ્રાન્ડોન માવુતુઆ ડ્રગ્સ (brandon-mavutua) લેતા ઝડપાયા છે, જેના કારણે બંને ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે આ બંને ખેલાડીઓએ ડ્રગ્સ લેવાનું સ્વીકારી લીધુ હતું. આ કારણે ગુરુવારે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે (Zimbabwe Cricket board) ખેલાડીઓને સજા સંભળાવતા બંને પર આગામી 4 મહિના માટે પ્રતિબંધ લગાવી દીધો છે. હવે વેસ્લી માધવેરે અને બ્રાન્ડન માવુતુઆ આગામી 4 મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળશે નહીં.

ખેલાડીએ પોતે કબૂલાત કરી હતી

ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇન-હાઉસ ડોપ ટેસ્ટ દરમિયાન બંને ખેલાડીઓ ડ્રગ્સનું સેવન કરતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું, તેથી જાન્યુઆરી 2024માં સજા તરીકે બંને ખેલાડીઓના પગારમાંથી 50 ટકા ફી કાપવામાં આવી હતી. આ અંગે ક્રિકેટ બોર્ડે કહ્યું કે ‘ડ્રગ્સનું સેવન કરવું એ ક્રિકેટને બદનામ કરવા જેવું છે. આ કારણોસર બંનેને સજા થશે.’ વેસ્લી માધવેર અને બ્રાન્ડોન માવુતુઆએ પણ ડ્રગ્સનો સેવન કરવા બદલ પસ્તાવો થયો છે અને સિસ્ટમને સાફ કરવા માટે કામ કરી રહ્યા છે. ખેલાડીઓનું એમ પણ કહેવું છે કે આજ પછી તેઓ ક્યારેય ડ્રગ્સનું સેવન કરશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *