હવે મક્કા-મદીનાની મસ્જિદમાં કરી શકાશે લગ્ન-સાઉદી અરબનો મોટો નિર્ણય.

Spread the love

વડા પ્રધાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વ હેઠળ, સાઉદી અરેબિયા તેની રૂઢિચુસ્ત ઇસ્લામિક છબી બદલવા માટે તેમજ વધુ પ્રવાસીઓ અને હાજીઓને આકર્ષવા માટે, સાઉદી અરેબિયાએ મક્કાની ગ્રાન્ડ મસ્જિદ અને મદીનામાં પયગંબરની મસ્જિદમાં નિકાહ કરવાની મંજૂરી આપી છે. 

સાઉદી અરેબિયા ઉભી કરશે નવી ઓળખ 

ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સાઉદી અરેબિયાએ એક નવો રસ્તો અપનાવ્યો છે. ક્રાઉન પ્રિન્સના નેતૃત્વમાં સાઉદી અરેબિયા વૈશ્વિક જરૂરિયાતો અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંસ્કૃતિ, પર્યટન અને ફેશનના ક્ષેત્રોમાં પોતાનો વિકાસ કરીને પોતાની અલગ ઓળખ બનાવવાનો સાઉદી અરેબિયા પ્રયાસ કરી રહ્યું છે.

આર્થિક તકો ઉભી થશે 

અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે ઇસ્લામના બે પવિત્ર સ્થળો – મક્કાની ગ્રાન્ડ મસ્જિદ અને મદીનાની પયગંબર મસ્જિદમાં નિકાહ કરી શકાય છે. સાઉદી અરેબિયાના એક સમાચારપત્રએ લખ્યું છે કે સાઉદી અરેબિયાનું આ પગલું હાજીઓ અને પ્રવાસીઓના અનુભવોને શ્રેષ્ઠ બનાવવાની પહેલનો એક ભાગ છે. સરકારી નિરીક્ષકોનું કહેવું છે કે સરકારની આ પહેલ આ ક્ષેત્રમાં નિકાહ સંબંધિત કંપનીઓને વધુ તક આપશે.

આ નિર્ણય પર લગ્ન અધિકારીએ કહ્યું કે,-

સાઉદી અરેબિયાના લગ્ન અધિકારી મુસૈદ અલ-જાબરીએ પયગંબર મસ્જિદમાં નિકાહ કરાવવાની પરવાનગી પર વાત કરતા કહ્યું કે,  પયગંબર મોહમ્મદની મસ્જિદ પહેલાથી જ નિકાહ કરવા માટે જાણીતી છે. આ પગલાથી એવું કહી શકાય કે સરકાર પહેલાથી જ પ્રચલિત પ્રથાને રેગ્યુલેટ કરવા માંગે છે. કારણ કે પયગંબર મસ્જિદમાં નિકાહ કરવાનું સ્થાનિક લોકોમાં પહેલાથી જ સામાન્ય છે. નિકાહ સમયે મોટાભાગના સંબંધીઓને આમંત્રણ આપવાની પરંપરા છે. પરંતુ ઘણીવાર પત્નીનો પરિવાર દરેકને આમંત્રિત કરી શકતો નથી. આવી સ્થિતિમાં, લગ્ન પયગંબર મસ્જિદ અથવા કુબા મસ્જિદ (ઇસ્લામમાં બનેલી પ્રથમ મસ્જિદ)માં કરવામાં આવે છે. આ સિવાય એક અખબારમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વલીમા અથવા નિકાહ પર્વ યોજતા પહેલા તેમના ઈસ્લામિક કરાર પૂરા કરવા માટે મદીનામાં ધનિક મુસ્લિમોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *