વિજયગીરી ફિલ્મોસ્ ની આવનારી ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ “કસુંબો” નું પહેલું સોંગ(ગરબો) ‘ ખમકારે ખોડલ સહાય છે’ લોન્ચ.

Spread the love

નિર્માતા ટ્વિંકલબાવા અને વિજયગીરી બાવાની આવનારી ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ “કસુંબો” નું પહેલું ગીત (ગરબો) ‘ખમકારે ખોડલ સહાય છે’ આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

પહેલી વાર સાંભળતા જ હ્રદયને સ્પર્શી જતો આ ગરબો જગદંબા માં ખોડલને સમર્પિત છે. માં ખોડીયારની આરાધના કરતો આ ગરબો ગુજરાતના જાણીતા ગીતકાર પાર્થ તારપરા દ્વારા લખાયો છે. જેમા માં ખોડલનો મહિમા ખૂબ જ સરસ રીતે દર્શાવાયો છે. આ ગરબો તથા ફિલ્મનું મ્યુઝિક નેશનલ એવોર્ડ વિનર મેહુલ સુરતીએ આપ્યું છે, અને જેને અવાજ ગુજરાતી થતાં હિન્દી ફિલ્મજગતની પ્રખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજમુદાર એ આપ્યો છે. આ ઉપરાંત ગરબામાં આવતા દુહા ઋષભ આહીર દ્વારા ગવાયા છે. વિજયગીરી બાવાના ડિરેકશન અને DID થી જાણીતા અને લોકપ્રિય બનેલ કોરિયાગ્રાફર પ્રિન્સ ગુપ્તાની કોરિયોગ્રાફી એ ગરબા ને વધુ સુંદર બનાવ્યો છે.

આ ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ૧૬ ફેબ્રુઆરી ના રોજ રિલીઝ થવાની છે.ફિલ્મના ટિઝરને પણ લોકો દ્વારા ખૂબ જ પ્રેમ મળ્યો છે અને આજે રિલીઝ થયેલા આ ગરબાને પણ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.ગુજરાતી ઇંડસ્ટ્રીમાં પહેલી વાર આ પ્રકારની કોઇ ઐતિહાસિક વાર્તા પરથી ફિલ્મ બની રહી છે અને ગુજરાતના લોકો પણ તેને ખૂબ પ્રેમ અને ઉત્સુકતાથી વધાવી રહ્યા છે. “કસુંબો” ગુજરાતી સિનેમા અને ગુજરાતી દર્શકો માટે એકદમ નવો અને રોમાંચક અનુભવ સાબિત થશે એવું લાગી રહ્યું છે.

વિજયગીરી ફિલ્મોસની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી કારગર થશે એ તો ૧૬ ફેબ્રુઆરી પછી જાણવા મળશે પણ હાલ દર્શકો આ ફિલ્મના રિલીઝ થયેલા ગરબા અને ટિઝરને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *