શાળાની બેદરકારી આવી સામે, પ્રવાસ માટે નહોતી લેવાઈ મંજુરી:વડોદરા બોટ દુર્ઘટના મામલો

Spread the love

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી જવાના કારણે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના ૧૨ બાળકો, એક શિક્ષિકા અને એક સુપરવાઈઝરના મોત થયા છે.આ કરુણાંતિકાએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે કે, સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના પ્રવાસ માટે ડીઈઓ કચેરીની પરવાનગી લેવામાં આવી નહોતી.

સ્કૂલ દ્વારા કેજીથી માંડીને ધોરણ ૬ના કુલ મળીને ૮૨ વિદ્યાર્થીઓને લેકઝોન ખાતે પ્રવાસે લઈ જવામાં આવ્યા.

મળતી વિગતો પ્રમાણે સ્કૂલ દ્વારા કેજીથી માંડીને ધોરણ ૬ના કુલ મળીને ૮૨ વિદ્યાર્થીઓને લેકઝોન ખાતે પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા.જેમાં કેટલાક તો સાવા નાના બાળકો હતા.તેમની સાથે સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો સહિત ૧૦ લોકોનો સ્ટાફ પણ હતો.

ડીઈઓ કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડનેન્ટના જણાવ્યા અનુસાર સ્કૂલ દ્વારા આ પ્રવાસ માટે કોઈ જાતની પરવાનગી લેવામાં આવી નહોતી

ડીઈઓ કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડનેન્ટના જણાવ્યા અનુસાર સ્કૂલ દ્વારા આ પ્રવાસ માટે કોઈ જાતની પરવાનગી લેવામાં આવી નહોતી. જ્યારે નિયમ પ્રમાણે કોઈપણ સ્કૂલે ડીઈઓ કચેરીની મંજૂરી લેવાની હોય છે અને  બીજા પણ નિયમોનુ પાલન કરવનુ હોય છે. ઓફિસ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતુ કે, સ્કૂલ સંચાલકો સામે જે પણ યોગ્ય કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે.

 વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થી હરણી તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *