Ahmedabad : ઉત્તરાયણ પર્વમાં દુર્ઘટનાઓ સામે પગલા લેવા 108 ની ટીમ ખડેપગે

Spread the love

ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણને લઇ 108 ની ટીમે તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરાયણના દિવસે 4000 થી વધુ ઇમરજન્સી કેસો આવવાની શક્યતા સાથે 108 ઇમરજન્સી દ્વારા તૈયારી કરાઈ છે. ઉત્તરાયણને લઈને સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ ચાલી રહી છે. બજારમાં લોકો અવનવાં પતંગ અને દોરી ખરીદતાં નજરે પડે છે. ત્યારે આ તૈયારીઓ વચ્ચે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પણ સજજ બની જાય છે. દર વર્ષે ઉત્તરાયણના પર્વમાં ઘાયલ થવાના બનાવોમાં શહેરી વિસ્તારોમાં વધુ અને સમગ્ર ગુજરાતમાં પણ કેસમાં વધારો થાય છે. ત્યારે ગત્ત વર્ષે 14 મી અને 15મી જાન્યુઆરીએ 108 કેસમાં વધારો જોવા મળ્યો હતો. જેની સામે આ વર્ષે 14મી જાન્યુઆરીએ 32 ટકા અને 15મી જાન્યુઆરીએ 23 ટકા કેસ નોંધવાની શકયતા સાથે 108 ઇમરજન્સી દ્વારા કેસને પહોંચી વળવા તૈયારીઓ કરાઈ છે.

એક અંદાજ પ્રમાણે આ દિવસોમાં સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી 108 ને સૌથી વધુ કોલ્સ મળે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 108ને જે રોજીંદા ઇમરજન્સી કોલ મળે છે તેના પ્રમાણમાં વર્ષ 2017માં તો વધારો જોવા મળ્યો હતો. તેને લઇને આ વર્ષે કેટલા પ્રમાણ માં અને કેવા પ્રકારની ઇમરજન્સી કોલ્સ મળશે તે બાબતનું એનાલિસિસ પણ 108 ઇમરજન્સી દવારા કરાયુ છે.

108 ઇમરજન્સી દ્વારા ગ્રામ્યની ટીમોને શહેરમાં લાવી કામગીરી કરવાનું આયોજન કરાયું.

વધારાની સખ્યામાં ઇમરજન્સી ઓફીસર અને ડોકટરોની ટીમને તૈયાર કરી દેવાઈ.

ઉત્તરાયણના દિવસમાં પક્ષીઓ માટેની ઈમરજન્સી સેવામાં 150 ટકા કોલનો વધારો થઈ જતો હોય છે.

વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવા નહીં વગેરે તકેદારી રાખવાની અપીલ કરાઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *