મગજ બાજુએ મૂકો તો હાસ્યના ધમધોકાર ડોઝની ગેરેન્ટી એટલે નવી ગુજરાતી ફિલ્મ ડેની જીગર.

Spread the love

૫ જાન્યુઆરીએ થીએટર માં આવેલ કૃષ્ણદેવ યાજ્ઞિક અને ગુજરાત ના જાણીતા કલાકાર યશ સોનીની ફિલ્મ ડેની જીગર ને મળી રહ્યો છે મિક્સ પ્રતિસાદ.

ઘણા લોકો નું એવું કેહવુ છે ફિલ્મ જોવા માટે મગજ ને સાઇડ માં જ મૂકી દેવું પડે તો ઘણા ને ફિલ્મ લાગી રહી છે entertainment નો ભંડાર.આજે જ રજૂ થનાર આ ગુજરાતી ફિલ્મ આગળ જતા બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે,દર્શકોને કેટલી આકર્ષિત કરી શક્શે એ તો હવે જોવાનું રહ્યું.પણ હમણાં તો બધાની વાતોનું કેન્દ્ર બની છે આ ફિલ્મ.

ફિલ્મ ની અભિનેત્રી તર્જની ભાડલા એ માટે ઘણું વજન વધાર્યું હતું.અને યશ સોની ના લુક ની પણ ચર્ચાઓ થય રહી છે.

કઇંક આવી છે ફિલ્મની કહાની ગુજરાતી દર્શકોને નાટક હોય કે ફિલ્મ, કોમેડી વધારે જ ગમે છે. ‘ડેની જીગર’ પણ આવી જ એક કોમેડી ફિલ્મ છે જેમાં બૉલીવુડ અને સાઉથના હિરોનું કોમ્બિનેશન જોવા મળે છે. અને જો ફિલ્મની વાર્તાની વાત કરીએ તો ‘દેશ વિદેશ સમિટ માટે એક 600 વર્ષ જૂની મૂર્તિ આપણાં નેતા વિદેશના નેતાને ભેટ આપવા છે, પણ તેના એક મહિના પહેલા આ મૂર્તિ ચોરાઇ જાય છે અને તેને શોધવાની જવાબદારી ઇન્સ્પેકટર ડેની જીગરને મળે છે. હવે આ મૂર્તિ કોણે ચોરી, શા માટે ચોરી અને ડેની જીગર ચોરને કેવી રીતે પકડી પાડે છે અને આ દરમિયાન કેવી રીતે એક જાડી છોકરીના પ્રેમમાં પડે છે.. આ છે કહાની.’ પણ મજા અહીં રજૂઆતની છે. ડિરેક્ટર કેડીએ અહીં ઘણા એવા સીન્સ શૂટ કર્યા છે, જે તમે ક્યારેય કોઈ ફિલ્મમાં વિચાર્યા પણ નહીં હોય.આ બે કલાકની ફિલ્મમાં ઘણા સીન એવા પણ આવશે કે તમે કહેશો કે ‘બસ બસ.. આ ઘણું વધી ગયું.’ પણ આગળ કહ્યું તેમ જો તમે મગજ બાજુએ મૂકીને જોશો તો ખુરશી પકડીને હસશો. પણ, ક્યારેક ક્યારે કોઈ સીનમાં એવું થશે કે સાવ આવું તો ના જ હોય. હવે વધારે થઈ રહ્યું છે, હસવું નથી આવતું. પરંતુ, તેના બીજા કે ત્રીજા જ સીનમાં તમે હસશો એ ચોક્કસ છે. ક્યાંક ચીતરી પણ ચડે તેવા રિયલ લાઈફ ઈન્સીડન્ટને ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યા છે.

દર્શકોને કોઈ પણ રીતે બે કલાક સસુધી હસાવવાંના ચક્કરમાં થોડો વર્ગ ઓફેન્ડ થઈ જશે એવા પણ ઘણા સીન ફિલ્મમાં જોવા મળ્યા છે. જેમાં ખાસ કરીને પૂજા એટલે કે તર્જની ભાડલાના પાત્રને જે રીતે દર્શાવવામાં આવ્યું છે એ કોમેડી ઓછું અને ફેમિનિસ્ટના લાગણી દુભાવવાવાળું વધુ લાગ્યું. 2 કલાકની ફિલ્મમાં એક પણ ઇમોશનલ સીન નથી અને લવ સીનમાં પણ પ્રેમ નથી.. બસ કોમેડી કોમેડી અને કોમેડી… જો કે ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિકનું કામ વખાણવાલાયક છે. સાથે જ ફિલ્મમાં થોડા વન ટેક સીન લેવામાં આવ્યા છે જેમાં કલાકારોની મહેનત દેખાઈ રહી હતી. 

ટિપ: ફિલ્મમાં ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિકનો નાનકડો કેમિયો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *