કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ 10મા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’નું ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉદ્ઘાટન કરશે.

Spread the love

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન 24મી ડિસેમ્બરે ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવશે. ગુજરાત મીડિયા ક્લબના સહયોગથી ત્રણ દિવસીય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીના VC ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત લીટરેચર ફેસ્ટિવલની 10મી આવૃત્તિનું આયોજન કરી રહ્યા છીએ. GLF ગુજરાત યુનિવર્સિટીની 75મી વર્ષગાંઠ ઉજવણીના પર્વમાં વધારો કરશે.”

GLFના ફાઉન્ડર શ્યામ પારેખે જણાવ્યું હતું કે સમગ્ર શેડ્યૂલ 20 ડિસેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે. તેમણે GLFના આયોજનને સમર્થન આપવા બદલ યુનિવર્સિટીના VC ડૉ. ગુપ્તા અને ગુજરાત મીડિયા કલબના પ્રમુખ નિર્ણય કપૂર અને તેમની ટીમનો GLFને સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.

વધુમાં શ્યામ પારેખ જણાવે છે કે “અમે GLFને હંમેશા બધા માટે એક ખુલ્લા પ્લેટફોર્મ તરીકે જોયું છે. ખાસ કરીને ઉભરતા લેખકો માટે. વર્તમાન આવૃત્તિ બાદ અમે ત્રણ-ચાર દિવસના નાના પ્રોગ્રામ કરશું છે જે આખા વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએ યોજાશે. અમે શારદા મંદિર શાળાના શતાબ્દી વર્ષની ઉજવણી કરીને નાની ઉંમરે બાળકોને સાહિત્યનો પરિચય આપી GLFની 10મી આવૃત્તિનો ફ્લેગ ઓફ કર્યો હતો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *