AHMEDABAD:-ભાડજ વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર નરાધમની પોલીસે કરી ધરપકડ.

Spread the love

Ahmedabad Crime News : અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાડજમાં 5 વર્ષની બાળકીને પીંખનાર નરાધરમની પોલીસે ધરપકડ કરી છે. બાંધકામ સાઈટ પર કામ કરતા 22 વર્ષીય નરાધમે બાળકીને ચોકલેટ આપવાના બહાને પોતાની સાથે લઈ જઈને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

વાસી ઉત્તરાયણના દિવસે એક કન્સ્ટ્રક્શન સાઇટ પરની લેબર કોલોનીમાં રહેતી પાંચ વર્ષની બાળકી ઘર પાસે અન્ય બાળકો સાથે રમતી હતી, ત્યારે અચાનક કોઇ અજાણ્યો શખ્સ આ બાળકીને અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. ત્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

બાળકી ગંભીર હાલતમાં ઘરે આવી ત્યારે તેને ગુપ્ત ભાગે લોહી નીકળતું હોવાથી તેની નાની સહિતના લોકો હોસ્પિટલ લઇ ગયા હતા. ફરજ પરના ડોક્ટરે બાળકી પર બળાત્કાર થયો હોવાનું જણાવતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ મામલે પોલીસે ધીલુ માવડા નામના મધ્યપ્રદેશના 22 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. 15મી જાન્યુઆરીએ બાળકી જ્યારે રમી રહી હતી ત્યારે આરોપી તેને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો. આરોપી ફરિયાદીના પરિચીત હોવાથી બાળકી તેની સાથે જતી રહી હતી.

પકડાયેલો આરોપી પોતે કડિયાકામ કરે છે. તે પોતે 3 બાળકોનો પિતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે તેણે આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *